Thursday, May 2, 2013

paper cutout of hmlibrary




સુપ્રસિધ્ધ હંસા મહેતા લાયબ્રેરીનો આજે ૬૩મો સ્થાપનાદિન

http://gujaratsamachar.com/index.php/articles/display_article/63-years-of-h-m-library


સુપ્રસિધ્ધ હંસા મહેતા લાયબ્રેરીનો આજે ૬૩મો સ્થાપનાદિન

હંસા મહેતા, યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતાં

એમના પતિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા

વડોદરા,તા.1 - ેએમ.એસ.યુનિવર્સિટીની ખ્યાતનામ લાયબ્રેરી શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીની આવતીકાલે તા.૧મેનાં રોજ ૬૩મી વર્ષગાંઠ છે. લાખો વિદ્યાર્થીઓ માટે પુસ્તકપરબ બની રહેલી આ લાયબ્રેરીની સ્થાપના તા.૧મે, ૧૯૫૦ ના રોજ થઇ હતી. આ વિસાળ જ્ઞાાનભંડાર સાથે જેમનું નામ સાંકળી લેવાયું છે. એ શ્રીમતી હંસા મહેતા એમ.એસ.યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતાં. યુનિવર્સિટીના ગર્લ્સ કેમ્પસમાં આવેલા ચાર રેસિડેન્સ હોલ પૈકી એક હોલ પણ આ વિદૂષીના નામે ઓળખાય છે. એમના પતિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા.

એમ.એસ.યુનિવર્સિટીનું મૂળ સ્વરૃપ બરોડા કોલેજ તરીકે હતું જે ઇ.સ. ૧૮૮૧ માં શરૃ થિ હતી. બરોડા કોલેજ આર્ટસ કોલેજ હતી. એ જ રીતે સાયન્સ ઇન્સ્ટિટયુટ, કોમર્સ કોલેજ અને સેકંડરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજ વગેરે વડોદરામાં એ વખતે ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડતી હતી. તા.૩૦ એપ્રિલ, ૧૯૪૯ નાં રોજ આ તમામ કોલેજો અને ઇન્સ્ટિટયુટને એખ છત્ર હેઠળ આવરી લેવાઇ, જે કાર્ય એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપનામાં પરિણમ્યું.
યુનિવર્સિટીની સ્થાપનાવેળા હુઝુર પોલીટેકલ ઓફિસ અને સેક્રેટરીયટ લાયબ્રેરી નામની બે સ્ટેટ લાયબ્રીના ૨૫,૦૦૦ પુસ્તકો શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીને સુપરત કરાયા હતા.
આજે યુનિવર્સિટીની વિવિધ ફેકટરીઓમાં આવેલી ૧૪ લાયબ્રેરીઓ જ્યારે ડિપાર્ટમેન્ટમાં આવેલી ૨૫ લાયબ્રેરીઓ શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીના વડપણ હેઠળ કાર્યરત છે. આ તમામ વાંચનાલયોમાં એકંદરે સાત લાખથી વધુ પુસ્તકો, ૬૩ કોમ્પ્યુટર અને ૧૭ નોડ ઉપલબ્ધ છે. ૮૦,૦૨૫ ચોરસ ફીટમાં પથરાયેલો એનો રીડીંગ રૃમ ૧૬૦૦ વિદ્યાર્થીઓને એકસાથે બેઠક વ્યવસ્થા પૂરી પાડી રહ્યો છે. લાયબ્રરી રોજના ૧૪ કલાક ખુલ્લી હોય છે.
યુનિવર્સિટી લાયબ્રરી અને યુનિવર્સિટી કેમ્પસના ૫૦૦૦ ઓનલાઈન જર્નલમાંથી ૩૬,૭૧૫ વાર ડાઉનલોડ દ્વારા ઈ-રીસોર્સીસનો મહત્તમ ઉપયોગ કરીને એમ.એસ. યુનિવર્સિટી એ ક્ષેત્રે દેશમાં ૨૬મું સ્થાન ધરાવે છે.
ગઈ તા.૧૯ માર્ચે શ્રીમતી હંસા મહેતા લાયબ્રરીમાં ઓપન નોલેજ ગેટ વેની સુવિધા શરૃ કરાઈ છે. આનાથી યુનિવર્સિટીનાં સંશોધન અને એ પછી પોતાના સંશોધનપત્રોનું પ્રકાશન કરવા માગતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું કામ વધુ સુગમ બનશે.
તદુપરાંત, ઈન્સ્ટિટયુશનલ રીપોઝિટરી, બુક લિફ્ટ અને મોબાઈલ રેકની વ્યવસ્થાઓથી પણ લાયબ્રરીને સજ્જ કરાઈ છે. વળી, સતત લાઈટીંગ વ્યવસ્થા માટે અહીં ૧.૫ કેવીએનું જનરેટર ગોઠવવામાં આવ્યું છે.
એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શ્રીમતી હંસા મહેતા લાયબ્રરીમાં બેસીને કરાયેલું વાચન જિંદગીભરનો યાદગાર અનુભવ છે.